Sunday, July 13, 2025

ટંકારાના ટોળ ગામે પરિણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારાના ટોળ ગામે પરિણીતાને સાસરિયા પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરિણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મહિલા સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને હાલ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા હફીજાબેન જાવેદભાઈ શેરશીયાએ આરોપી જાવેદભાઇ આહમદભાઇ શેરશીયા (પતિ), આહમદ અલીભાઇ શેરશીયા (સસરા), રોશનબેન આહમદભાઇ શેરશીયા (સાસુ), અલતાફભાઇ આહમદભાઇ શેરશીયા (જેઠ), લતીફભાઇ આહમદભાઇ શેરશીયા (દિયર) રહે-ટોળ ગામ તા-ટંકારાવાળા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના લગ્ન બાદ એક વર્ષ બાદ આરોપી પતિ તથા સાસુ સસરા તથા જેઠ તથા દિયર દ્વારા અવાર નવાર ઘરકામ તથા ખેતીકામ બાબતે તથા સામાન્ય બાબતોમા ઢીકાપાટુનો તથા ધોકા વડે મારમારી શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરિણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર