Friday, May 23, 2025

ટંકારાના વાછકપર ગામેથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના વાછકપર ગામે આધેડના ઘર પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર આધેડે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રસીકભાઇ કરશનભાઇ સાકરીયા (ઉ.વ.૫૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭-૦૮-૨૦૨૩ ના રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હિરો હોન્ડા કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટર નં.GJ-03-DA-2333 વાળુ સને ૨૦૧૦ નુ મોડલનુ કાળા કલરનું બ્લુ પટા વાળૂ કિ.રૂ.૨૫૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ ખુલ્લા ફળીયામાથી ખસેડી ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર રસીકભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર