Thursday, July 17, 2025

ટંકારાના વિરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં ડૂબી ગયેલ બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના વિરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં કોઝવે ઓળંગતી વખતે ડૂબી ગયેલ બે વ્યક્તિના મૃતદેહ ફાયર વિભાગની ટીમે શોધી કાઢ્યા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં કોઝવે ઓળંગી સામે કાંઠે રીક્ષા લેવા જતા હતા તે દરમ્યાન કોઝવે ઓળંગી વખત પગ લપસી પડી જતા બે વ્યક્તિ ડુબી ગયેલ હોવાની મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ભારે જહેમત બાદ તળાવમાં ડૂબી ગયેલ પ્રવિણભાઇ નરશીભાઈ સનાળીયા (ઉ.વ.૪૨) તથા પ્રેમજીભાઈ ભગવાનજી સનાળીયા (ઉ.વ.૩૫) રહે. બંને વિરપરવાળાના મૃતદેહ મળી આવ્યા છે. સુત્રો અનુસાર હાલ ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર