Friday, May 17, 2024

ટંકારાના વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ટંકારા: મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ દ્વારા મળેલ સૂચના અન્વયે આયુષ્માન આરોગ્ય મંદિર વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખના કેન્સરના નિદાન માટે આરોગ્ય કર્મચારી દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું જેમાં શંકાસ્પદ લાગેલા દર્દીઓને આગળની તપાસ માટે સમજાવીને જનરલ હોસ્પિટલ મોરબી ખાતે જવા માટે માર્ગદર્શન આપેલ તેમજ મુખના કેન્સર અને અન્ય કેન્સરથી બચવાના ઉપાયો અને તેના પ્રાથમિક ચિહ્નો કે લક્ષણો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.એચ.ઓ પ્રતીક ફુલતરીયા, એમ.પી.એચ.ડબલ્યુ. કૃણાલ ઠાકર, એફએચડબલ્યુ ભાવનાબેન જોગિયા તેમજ આશા બહેનો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર