ટંકારાની ખીજડીયા ચોકડી નજીકથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી એલસીબી ટીમે દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીન વાળી પિસ્તોલ સાથે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ ચુંટણીને પગલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારાની ખીજડીયા ચોકડી સમા હોટેલ પાસે આરોપી રજાક ઉર્ફે કલો હસન મકવાણા (ઉ.વ.૩૭) રહે ટંકારા વાળો ગેરકાયદેસર હાથ બનાવટની લોખંડની પિસ્તોલ સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી આરોપી રજાક મકવાણાને ઝડપી લઈને દેશી હાથ બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ નંગ ૦૧ કીમત રૂ ૧૦ હજારનો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં હથિયાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img