વાંકાનેરના ભલગામ ગામેથી દેશી કટ્ટા સાથે એક ઈસમ ઝડપાયો 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ભલગામ ગામના બસસ્ટેન્ડ પાસેથી રોડ ઉપરથી એક ઇસમને દેશી હાથ બનાવટના લોખંડના કટ્ટા સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. સ્ટાફ કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મોરબી એલસીબી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુના ભલગામ ગામના બસસ્ટેન્ડ પાસે રોડ ઉપરથી આરોપી નેકમામાદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી ઉવ-૬૬ રહે. વાંકાનેર મીલપ્લોટ, ફારૂકી મસ્જીદની પાછળ તા.વાંકાનેર જી. મોરબી વાળા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટનો દેશી કાળા કલરનો કટ્ટો નંગ-૦૧ સાથે મળી આવતા જેના વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img