મોરબી:કરોડોની ટેકસ ચોરી કેસમાં ત્રણના જામીન મંજુર
મળતી માહિતી મુજબ મોરબી લેકસસ ગ્રેનાઇટોના બે ડિરેક્ટર સહિત ત્રણ આરોપીના કરોડોની ટેક્સ ચોરીના કેસમાં જામીન મંજુર
મોરબીમાંથી સીજીએસટીની ટીમ દ્વારા ટેક્સ ચોરીમાં બે કારખાનેદાર સહિત ત્રણની ધરપકડ ૧૪.૬૬ કરોડ રૂપિયાની ટેકસ ચોરીના ગુનામાં કરવામાં આવી હતી
મોરબીના લખધીરપુર રોડે આવેલ લેકસસ ગ્રેનાઇટોના ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ લેક્સેસ કંપનીના એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈની ધરપકડ સીજીએસટીની ટીમે થોડા દિવસો પહેલા કરી હતી અને તે આરોપીઓને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરાયા હતા ત્યારે અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતુ વર્ષ ૨૦૨૧-૨૨ થી લઈને હાલ સુધીમાં કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અને માલની ખરીદ વેચાણમાં અંન્ડર વેલ્યુ અને વગર બિલથી માલ આપવામાં આવ્યો હોય તેવું સીજીએસટીની ટીમને ધ્યાન ઉપર આવ્યું હતું અને કુલ મળીને ૧૪.૬૬ કરોડથી વધુની ટેક્સ ચોરી સામે આવી છે જે ટેકસ ચોરીનો કેસ આજે મોરબીના એડી. ડીસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમા આરોપીના વકીલ અપુર્વ મહેતા દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરેલ છે