‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીઓને પોષણક્ષમ આહારયુક્ત કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
‘ટીબી મુક્ત ભારત’ અભિયાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની અગત્યતા વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાએ દર્દીઓને મફત નિદાન સારવાર તથા સરકાર દ્વારા અપાતી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત તેમના દ્વારા ટીબી અંગે સામાજિક જાગૃતતા ફેલાય તે અંગે પણ યોગ્ય સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો ૪૦ જેટલા ટીબીના દર્દીઓએ લાભ લીધો હતો જેમને મહાનુભાવોના હસ્તે પોષણક્ષમ આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી.
આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન...
કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.
હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે ૧૯માં હપ્તાનો લાભ લેતા ૭૭,૮૯૨ માંથી...