મોરબી શહેરમાં શિક્ષકો માટે, શિક્ષકોની શિક્ષકો દ્વારા ચાલતી શિક્ષક શરાફી મંડળીની ઓગણત્રીસમી સાધારણ સભા સંપન
સાધારણ સભામાં સમગ્ર વર્ષના લેખા જોખા રજૂ કરાયા
સભાસદના તેજસ્વી તરલાઓનું સન્માન કરાયું
મોરબી શહેરમાં શિક્ષકો માટે, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા અત્રેની તાલુકા શાળા નંબર:- 1 બુનિયાદી કન્યા શાળા ખાતે કલ્પેશભાઈ મહોત મંડળીના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ,આ મંડળી મોરબી શહેરના 355 જેટલા શિક્ષકો સભાસદ છે જેમાં શિક્ષકોને રૂપિયા પંદર લાખનું માતબર ધિરાણ આપવામાં આવે છે,વિજયભાઈ દલસાણીયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સભાસદોનું શાબ્દિક સ્વાગત કર્યું જયેશભાઈ બાવરવા મંત્રીએ મંડળીના સમગ્ર વર્ષના હિસાબના લેખા જોખા રજૂ કર્યા મંડળીએ આ વર્ષે ત્રેવીસ લાખ રૂપિયાનો નફો કર્યો, પંદર ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત તથા હિસાબોને ઉપસ્થિત સભાસદો બહાલી આપી મંજુર કર્યા, ત્યારબાદ મંડળીના સભાસદ એવા શિક્ષકોના દિકરી દિકરાઓએ વર્ષ – ૨૦૨૪/૨૫ માં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ હોય એવા તેજસ્વી તરલાઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે બેગ અને સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ સાધારણ સભામાં ધનજીભાઈ કુંડારિયા ડિરેકટર આરડીસી બેંક, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી,
દિનેશભાઈ હુંબલ પ્રમુખ જિલ્લા પ્રા.શિ.સંઘ, આરડીસી બેંકના અધિકારીઓની ઉપસ્થિતમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ મહાસંઘે સાંપ્રત સમયમાં મંડળીની જરૂરિયાત, મંડળીના વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યોની કામગીરીના અને તમામ સભાસદોને આપેલ ભેટના ભરપેટ વખાણ કર્યા, ધનજીભાઈએ મંડળીની સ્થાપનાથી અત્યાર સુધીની સફર રજૂ કરી હતી ત્યારબાદ સભાના અધ્યક્ષ અને મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોતે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, સાધારણ સભામાં વિનોદભાઈ ગોધાણી પ્રમુખ, મુકેશભાઈ મારવણીયા મંત્રી મુખ્ય શિક્ષક સંઘ-મોરબી દેવાયતભાઈ હેરભા પ્રમુખ મોરબી શહેર પ્રા.શિ.સંઘ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અંતમાં વ્યવસ્થા સમિતિના સભ્ય એવા વિક્રમભાઈ ડાંગરે આભાર પ્રસ્તાવથી સાધારણ સભા સંપન જાહેર કરવામાં આવી.સાધારણ સભાને સફળ બનાવવા વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને સફળ સંચાલન મંત્રી જયેશભાઈ બાવરવા એ કર્યું હતું.
