Wednesday, May 21, 2025

મોરબીમાં જુદીજુદી જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા ૧૫ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સીટી બી ડીવીજન પોલીસે અલગ અલગ બે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૫ ઈસમોને ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પ્રથમ રેઇડ દરમ્યાન મોરબીના ઈંન્દીરાનગર મફતીયાપરા સોમાભાઈના મકાન પાસે શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો પ્રકાશભાઈ સોમાભાઈ મકવાણા ઉવ.૨૫, સોમાભાઈ લાખાભાઈ મકવાણા ઉવ.૫૫, સુરેશભાઈ ધનજીભાઈ વરાણીયા ઉવ.૪૨, દીનેશભાઈ કાંન્તીભાઈ બારૈયા ઉવ.૩૦, શામજીભાઈ ગંગારામભાઈ પાટડીયા ઉવ.૩૦, ભરતભાઈ મગનભાઈ વરાણીયા ઉ.વ ૪૦ રહે છ શખ્સો ઈંન્દીરાનગર મફતીયાપરા મોરબી-૨, ગાડુભાઈ નારણભાઈ ટીડાણી ઉ.વ ૨૮ રહે ત્રાજપર ભરવાડ સમાજ ની વાડી ની બાજુમા મોરબી-૨, શામજીભાઈ દેવજીભાઈ વરાણીયા ઉ.વ ૪૬ રહે ત્રાજપર એસ્સાર પંપ ની પાછળ મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૧૫૬૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબીના ત્રાજપર ખારીમા રામજીમંદિરની બાજુમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો જયેશભાઈ જયતીભાઈ માકાસણા ઉવ.૨૫ રહે. ધરમપુર નવા પ્લોટમા તા.જી મોરબી-, લાલજીભાઈ શંકરભાઈ કગથરા ઉવ.૧૯ રહે.કબીર ટેકરી જેલ રોડ મોરબી, સુનીલભાઈ ગોરધનભાઈ સુરેલા ઉવ.૧૯ રહે. ઈંન્દીરાનગર મંગલમવિસ્તાર મોરબી-૨, રવીભાઈ રમેશભાઈ અંગેચણીયા ઉવ.૨૨ રહે. કબીર ટેકરી જેલ રોડ મોરબી, મયુરભાઈ ચુનીલાલભાઈ અંગેચણીયા ઉવ.૪૮ રહે. ત્રાજપર ખારી મોરબી, નાસીરભાઈ અનવરભાઈ માલાણી ઉવ.૧૯ ધંધો.મજુરી રહે. કાન્તીનગર મસ્જીદની બાજુમા મોરબી -૨, અવેશભાઈ તૈયબભાઈ સામતાણી ઉવ.૩૨ રહે.ત્રાજપર ખારી મોરબી -૨ વાળાઓને રોકડ રકમ રૂ.૨૨૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય બે ઈસમો રવીભાઈ કુવરીયા રહે.ત્રાજપર મોરબી-૨ તથા હકાભાઈ કુવરીયા રહે.ત્રાજપર ખારી યોગીનગર મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર