Sunday, February 1, 2026

“તેરા તુજકો અર્પણ” સિટી એ ડીવી‌. પોલીસ દ્વારા 52.50 લાખની વસ્તુઓ અરજદારોને પરત કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી; “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબી માંથી રૂ.૪,૧૩,૦૮૯/- ની કિમતના કુલ-૨૨ ખોવાયેલ મોબાઈલો તેમજ એક સોનાનું પેન્ડલ કિ.રૂ. ૬,૦૦,૦૦૦ તથા બળજબરી પુર્વક કઢાવી લિધેલ સોનાના બીસ્કીટ નંગ ૦૪ તથા સોનાનો ચેન મળી કુલ કિ.રૂ. ૫૨, ૫૦, ૦૦૦ અરજદારોને મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા પરત કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ તેમજ સોનાના બીસ્કીટ નંગ ૦૪ તથા સોનાનો ચેન તેમજ સોનાનું પેન્ડલ અત્રેના સ્ટાફને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફએ “CEIR”પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ મોબાઇલ નંગ.૨૨ કી.રૂ.૪,૧૩,૦૮૯/- તથા એક અરજદારનું ગુમ થયેલ સોનાનું પેન્ડલ રૂ.૬,૦૦,૦૦૦/- જે શોધી પરત આપી તથા બળજબરી થી કઢાવી લીધેલ સોનાના બીસ્કીટ નંગ ૦૪ તથા સોનાનો ચેન મળી કુલ કિ.રૂ.૫૨,૫૦,૦૦૦/- નો ફરીયાદી ને પરત કરી કુલ રૂ.૬૨,૬૩,૦૮૯/-નો મુદામાલ પરત કરી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર