Tuesday, April 23, 2024

370 કલામ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં ઘટાડો થયો; વર્ષ 2020માં 221 આતંકવાદીઓ માર્યા ગયા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કેન્દ્રએ મંગળવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસા ઓગસ્ટ 2019 માં કલમ 370 રદ થયા પછી નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2019 ની તુલનામાં 2020 માં આતંકવાદની ઘટનાઓમાં ધરખમ ઘટાડો થયો છે.કેન્દ્રીય ગૃહ રાજ્ય રાજ્ય પ્રધાને કહ્યું કે, વર્ષ 2019 માં 594 ની સરખામણીએ 2020 માં જમ્મુ-કાશ્મીરમાં 244 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે વર્ષ 2019 માં 157 ની સરખામણીએ 2020 માં 221 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે લેખિત જવાબમાં કહ્યું કે ફેબ્રુઆરી 2021 સુધી કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 આતંકવાદી ઘટનાઓ બની હતી જેમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા છે.

મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં 2020 માં 33 સુરક્ષા કર્મીઓ અને છ નાગરિકો માર્યા ગયા હતા અને 2019 માં 27 સુરક્ષા કર્મીઓ અને પાંચ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે, કલમ 370ના રદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જી.કિશન રેડ્ડીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને તેને નાબૂદ કરવા માટે વિવિધ પગલાં લીધાં છે. આતંકવાદી સંગઠનોના પડકારોનો સામનો કરવા સલામતી મિકેનિઝમ્સને મજબૂત બનાવવામાં આવી છે. આ સિવાય રાષ્ટ્રવિરોધી તત્વો સામે કાયદો સખ્ત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સુરક્ષાદળો આતંકવાદીઓને સમર્થન આપતી વ્યક્તિઓ પર પણ નજર રાખે છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર