મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો ૧૩મો વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાયેલ. મચ્છોયા આહીર જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં અધ્યક્ષ સ્થાને માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ તથા ઉદ્ઘાટક વવાણીયા રામબાઈમાની જગ્યાના મહંત કિશનદાસજી ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં રહેતા આહીર જ્ઞાતિના લોકો વિશાળ સમુદાયમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થયેલ. મહાનુભાવોએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ. મંડળના મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા આમંત્રિત સર્વેનું સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમને આગળ ધપાવતા મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગરે છેલ્લા ૧૩ વર્ષથી મંડળ દ્વારા થતી કામગીરીનો ચિતાર આપેલ. ખાસ કરીને તેમણે ભવિષ્યના વર્ષોમાં યોજનાર કાર્યક્રમના દાતાઓ અત્યારથી તેમને દાન નોંધાવી સહકાર આપી રહ્યા છે તે મંડળની સફળ કામગીરી ગણાવેલ. મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બહેને મંડળની કામગીરી બિરદાવેલ તથા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપેલ. મુખ્ય વક્તા તરીકે એડિશનલ કલેક્ટર જયશ્રીબેન કુંભરવાડીયા, એડિશનલ કલેકટર ઈલાબેન આહીર તથા આસિસ્ટન્ટ કમિશનર જીએસટી નિર્મળભાઈ ગોગરાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે કયા અવકાશો રહેલા છે અને તે શું કરી શકે તેમ છે તે સંદર્ભે તર્કસંગત વક્તવ્ય આપેલ. જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે સમાજની આદર્શલક્ષી વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે સંદર્ભે પણ તેમણે તર્ક મુકેલ. જ્ઞાતિના આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓના વક્તવ્યો અસરકારક રહેલ. આ ઉપરાંત ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઇ ડાંગર તથા ડો. હર્ષાબેન મોરે પણ વિદ્યાર્થીના કારકિર્દી વિકાસ માટેના સૂચનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના આહીર જ્ઞાતિના ધોરણ ૧૦, ૧૨ અને ઉચ્ચ શિક્ષણના ફાઇનલ વર્ષમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર ૫૬ જેટલા વિદ્યાર્થીઓને શીલ્ડથી સન્માનિત કરવામાં આવેલ. એ મળીને કુલ ૧૨૩ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પેનથી સન્માનવામાં આવેલ. આ ઉપરાંત ગત વર્ષ દરમિયાન મંડળના જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયેલ હોય તેમને પણ નિવૃત્તિ સન્માન આપવામાં આવેલ. કાર્યક્રમના દાતા તરીકે કાળુભાઈ પોલાભાઈ ચાવડાએ આર્થિક સહયોગ આપેલ તેમજ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાન લાખાભાઈ જારીયા, દેવાભાઈ અવાડિયા, ટંકારા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ નિમુબેન ડાંગર, પ્રકાશભાઈ ચબાડ, ભાવિકભાઈ જારીયા, નરસંગભાઇ હુંબલ, દિનેશભાઈ ગરચર, શર્મિલાબેન હુમ્બલ, ડો. સંદીપભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળના મનસુખભાઈ બાળા તથા કિરીટભાઈ મૈયળ, પૂર્વ પ્રમુખ રામભાઈ વારોતરીયા તથા મહેન્દ્રભાઈ કચોટ, વવાણીયા રામબાઈમાં ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી મંડળની સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવેલ. અંતમાં મંડળના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરે આભાર વિધિ કરી હતી.
શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરુ-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે એ.સી. હોલ માં શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વુમન વન ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે ત્યારે મોરબીના અમરેલી ગામની સીમમાં નેકસસ સીનેમા પાસે જાહેરમાં વુમન વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને કુલ કિં રૂ.૭,૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ...
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આઇકોન સિરામિકમા ચારીત્ર બાબતે ખોટી શંકા કુશંકા કયી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યના...