મોરબી જિલ્લામાં હથિયાર બંધીના જાહેરનામાની “ઐસી કી તૈસી ” ભંગ કરતા સાત ઝડપાયા
મોરબીમાં આરોપી મુનીરઅહેમદ મહેબુબખાન પઠાણ મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાસે રોડ પરથી પોતાના પેન્ટના નેફામા ધારદાર કાળા કલર ની પ્લાસ્ટીક ના હાથાવાળી છરી રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી ગફારભાઈ જુસબભાઈ કાસમાણી લુહાણાપરા શેરી નં.૨ માં રોડ ઉપર જાહેરમાં પોતાના પેન્ટના નેફામાં એક છરી રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી ભોલાભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ ગાંધી ચોક નગર પાલીકાના ગેટ પાસે રોડ ઉપર પોતાના પેન્ટના નેફામાં એક છરી રાખી મળી આવ્યો હતો.
હળવદમાં આરોપી વિપુલભાઇ અવચરભાઇ દઢૈયા માથક ગામ જવાના પાટીયા પાસે પોતાની પાસે એક મારક હથિયાર લાકડીનો ધોકા સાથે મળી આવ્યો હતો. હળવદમાં આરોપી અકબરભાઈ દાઉદભાઈ ભટ્ટી હળવદ ટાઉન ખાતે ભવાનીનગર ઢોરામાં ત્રણ માળીયા મકાને જવાના કાચા રસ્તે પોતાના પેન્ટના નેફામાં ધારદાર છરી રાખી મળી આવ્યો હતો.
માળીયામાં આરોપી પ્રવિણભાઈ બચુભાઈ જોષી મોટા દહિંસરા નવલખી ફાટક પાસે પેન્ટના નેફામાં કાળા કલરના પ્લાસ્ટીકના હાથામાં ફીટ કરેલ એક બાજુ ધારદાર અણી વાળી છરી હથીયાર તરીકે રાખી મળી આવ્યો હતો. માળીયામાં આરોપી મુસ્તુફાભાઈ રમઝાનભાઈ મોવર વાગડીયા ઝાપા પાસે પોતાના પેન્ટના નેફામાં કાળા કલરના પ્લાસ્ટીકના હાથામાં ફીટ કરેલ એક બાજુ ધારદાર અણી વાળી છરી હથીયાર તરીકે રાખી મળી આવ્યો હતો.