મોરબીમાંથી ગુમથયેલ બાળકીનું મોરબી સીટી બી ડીવીજન પોલીસે પરીવાર સાથે મિલન કરાવ્યું
મોરબી: મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન શી ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન સેન્ટમેરી સ્કુલ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે પહોંચતા એક મોટરસાયકલ ચાલકે હાથનો ઇશારો કરતા તેને જણાવેલ હકિકત મુજબ પોતે વિકીભાઇ હરીશભાઇ બસંતાણી ઉવ.૩૦ રહે.લાયન્સનગરમાં ચરમારીયા ડાડાના મંદિર સામેના ભાગે આવેલ વાસ્તુપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હોય અને પોતાની ભત્રીજી ઉવ.૪ વાળી દિકરી એકાદ કલાકથી એપાર્ટમેન્ટમાં અન્ય છોકરાઓ સાથે રમતા રમતા ગુમ થઇ ગયેલ હોવાનું જણાવતા તુર્તજ તેની સાથે મદદમાં રહી બી ડીવી પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ સ્ટાફને જાણ કરી ગુમ થયેલ બાળકીની શોધખોળ શરૂ કરી દિધેલ અને શોધખોળ ચાલુ હોય અને અડધાજ કલાકના સમયગાળા દરમ્યાન પત્રકાર પંકજભાઇ સનારીયા દ્રારા શી ટીમના સભ્યને ટેલીફોની જાણ કરવામાં આવેલ કે એક આશરે ચારેક વર્ષની દિકરી પરશુરામધામ નવલખી ફાટક નજીકથી એકલી મળી આવેલ છે. જે માહિતી મળતા ફોટો મંગાવી મેચ કરતા ગુમથયેલ બાળકીનાજ હોવાનું નક્કી થતા તુર્તજ મોરબી સીટી બી ડીવી શી ટીમ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો પરશુરામધામે બાળકીના માતા સાથે પહોંચી બાળકીને સાંચવી રાખનાર અલ્પાબેન રહે પરશુરામધામ નવલખીરોડ મોરબી નાઓ પાસેથી બાળકીનો કબ્જો મેળવી ચાઇલ્ડ વેલ્કફેર કમિટીની મંજુરીથી બાળકીના માતા અનિતાબેન વિજયભાઇ બસંતાણી ઉવ.૩૮ વાળાને સોંપી આપેલ હતી અને વાસ્તુપુલેસ એપાર્ટમેન્ટના માણસો તથા આજુબાજુમાં રહેતા સોસાયટી વાળા લોકોએ બાળકી મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ એક બાળકીને શોધી તેના પરીવાર સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ તથા “SHE TEAM” ને સફળતા મળેલ છે.
