ટ્રક ચાલકે રિક્ષાને લીધી હડફેટે, ત્રણને ઇજા.
ગઈકાલે હળવદ – મોરબી હાઇવે ઉપર મુસાફરોને બેસાડી રીક્ષા ચાલક રઘુભાઇ ખુમાનભાઇ પઢીયાર, રહે-હાલ નીચી માંડલ બાપા સીતારામની મઢુલી પાસે તા-જી-મોરબી મુળ રહે-કલ્યાણપુર (કોઢ) તા.ધ્રાગધ્રા વાળા પોતાની રીક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાંથી સ્વીફટ કાર નંબર GJ-36-AC-1345નો ચાલક ધસી આવ્યો હતો અને જોરદાર ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી.રીક્ષા પલટી જતા રીક્ષા ચાલક રઘુભાઇ ખુમાનભાઇ પઢીયારને સાથળના ભાગે ફ્રેક્ચર તેમજ મૂંઢ ઇજાઓ થવાની સાથે રિક્ષામાં બેઠેલા બબલુભાઈ અને બિરજબાનભાઈને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો. ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે