ધી. વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલ મોરબી ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તથા ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી દ્વારા ધી વી સી ટેક્નિકલ હાઈસ્કૂલ- મોરબી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ તથા વાત્સલ્ય ભાઈ ગડારા દ્વારા બાળકોને વ્યસન થી થતાં ગેરફાયદા વિશે સમજણ આપી તથા સમાજને વ્યસન મુક્ત કરવા માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષક સુધીરભાઈ ગાંભવા, પુનિત ભાઈ, પારૂલબેન ગામી (ઉમા સુપરવાઈઝર), ધર્મિષ્ઠાબેન ટિટોડિયા (માધ્યમિક સુપરવાઈઝર) તથા શાળાના અન્ય કર્મચારી ગણ તેમજ વિધાર્થી ભાઈ ઓ તથા બહેનો ના સહયોગ થી ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો.
સરકારી શાળાની શિસ્ત જોઈ ભટ્ટ સાહેબ ખૂબ ખુશ થયા અને આટલી મોટી સંખ્યા હોવા છતાં બાળકો એ ખૂબ શાંતિ પૂર્વક કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો તેના માટે શાળાના સંચાલનને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.