Friday, December 12, 2025

ધી. મોરબી પીપલ્સ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી.ની ચુંટણી બાબતે કેટલીક માહિતી આપવા જિલ્લા રજીસ્ટારને રજૂઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધી. મોરબી પીપલ્સ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. ના સભાસદ ભોગીલાલ દેવજીભાઈ ચારોલા સભાસદે મોરબી જિલ્લા રજીસ્ટાર રજૂઆત કરી આગામી ચુંટણી લઈને કેટલીક માહિતી આપવા માંગ કરી છે અને માંગણી બાબતે યોગ્ય પ્રત્યુતર રજુઆત કરી છે.

જેમાં (૧) ધી મોરબી પીપલ્સ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. ની આગામી ચુંટણી કેટલા સમય માટેની છે. તે વર્ષ સાથે જણાવવા વિનતી.

(૨) પંચ રોજ કામમાં દર્શાવ્યા મુજબ વ્યવસ્થાપક કમિટી ની ચુંટણીનું સમય પત્રક માં વર્ષ ૨૦૨૫-૨૬ દર્શાવેલ છે. જે દર્શાવે છે કે થઇ રહેલ કાર્યવાહી યોગ્ય નથી? તો આ કાર્યવાહી ફરીથી કરવા અમારી માંગણી છે. અને ચુંટણી ની તારીખો ફરીથી આપવા અમારી માંગણી છે.

(૩) ચુંટણી સમય પત્રક જે ઓફીસ ના નોટીશ બોર્ડ પર લગાવેલ છે. તે મુજબ પ્રથમ મતદાર યાદી અને ખાલી પડેલ જગ્યાઓની સંખ્યા પ્રસિદ્ધ કરવાની તારીખ અને સમય ૨૦,૧૧,૨૦૨૫ ગુરુવાર સવાર ના ૧૧-૦૦ વાગ્યા ની છે. જેની જાણ અમો સભાસદો ને કરવામાં આવેલ નથી. જે યોગ્ય નથી. આ બાબતે અમારો વાંધો હોય યોગ્ય કરવા વિનંતી.

(૪) મતદાર યાદી ઉપર વાંધાઓ રજુ કરવાની છેલ્લી તારીખ અમે સમય ૧૫-૧૧-૨૦૨૫ સોમવાર ની સાંજના ૫:૦૦ વાગ્યા સુધીની છે. જે ખરેખર ચુંટણી જાહેર થાય તે પહેલા હોવી જોઈએ તેવી અમારી માંગણી છે. માટે ફરી થી કાર્યવાહી કરવા વિનંતી.

(૫) છેવટ ની મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ ૧૭-૧૨-૨૦૨૫ બુધવાર સવારના ૧૧-૦૦ વાગ્યા ની છે. ચુંટણી આ પહેલા જાહેર કરવામાં આવેલ છે. તે બાબતે નિયમો ની સૂચી આપવા અમારી માંગણી છે. કારણકે તે ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૮-૧૨-૨૦૨૫ ગુરુવાર રોજના ૫:૦૦ વાગ્યા સુધી ની છે. જયારે આખરી મતદાર યાદી જ તા. ૧૭-૧૨-૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ થશે આમાં ઈરાદા પૂર્વક સભાસદોને ચુંટણી લડવાથી દુર રાખવાનો ઈરાદો હોય તેવું જણાઈ રહ્યું છે?. આના માટે ના નિયમો ની સૂચી આપવા વિનતી.

(૬) ઉમેદવારો એ ઉમદવારી કરવા માટે નો સમય આખરી મતદાર યાદી પ્રસિદ્ધી પછી ફક્ત એક જ દિવસ આપવામાં આવેલ છે. જયારે ઉમેદવારી પત્રક ચકાસણી ત્યાર બાદ પ્રસિદ્ધી અને ઉમદવારી પત્રકો પાછા ખેચવાની તારીખ અલગ અલગ આપીને સમય આપવામાં આવેલ છે. જે ઉમેદવારી કરનાર ઉમેદવારો ને પાછા ખેચાવવાનો બદઈરાદો તો નથી ને ? ચુંટણી માં આના પણ નિયમો ની સૂચી આપવા વિનતી.

(૭) મતદાનની તારીખ આપેલ છે. પણ સ્થળ જાહેર કરવામાં આવેલ નથી કેમ? તે જણાવવા વિનતી અને નિયમો શું? છે તે જણાવવા વિનતી.

(૮) અગામી ચુંટણી કઈ મતદાર યાદીના આધારે થશે? હાલ માં અમોને આપેલ છે?. તે મુજબ કે કોઈ નવી યાદી આવશે તે મુજબ અને જો નવી યાદી આવે તે મુજબ ચુંટણી થવાની હોય તો મતદાર યાદી ની પ્રસિદ્ધિ પહેલા કેમ? ચુંટણી જાહેર કરેલ છે. ? આના માટે ના નિયમો શું છે?. તે જણાવવા વિનતી.

(૯) અમોને ચુંટણી ના નિયમો ની યાદી આપવા વિનતી.

(૧૦) આ ચુંટણી માં કોઈ ગેરરીતી ના થાય તેમજ કાયદા ની છટકબારી તેમજ વ્યવસ્થાપાકોની મનમાની કરવા માટે ની ચાલ તો નથી ને? આવું ના થાય તે માટે યોગ્ય તટસ્થ વ્યક્તિ ને જવાદારી આપવામાં આવે તેવી અમારી માંગણી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર