થર્ટી ફર્સ્ટ સંદર્ભે મોરબી શહેરમાં જિલ્લા પોલીસ દ્વારા ડે કોમ્બિંગ ડ્રાઈવ યોજાઇ; નિયમભંગ કરનાર દંડાયા
આગામી ૩૧ ડીસેમ્બર અનુસંધાને મોરબી શહેરમાં ડે કોમ્બીંગ રાખી નંબર પ્લેટ વગરના વાહનો તથા બ્લેક ફીલ્મ વાળા વાહનો ચલાવતા ઇસમો તથા પ્રોહી. બુટલેગરો ઉપર મોરબી જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા વિગેરે બ્રાન્ચ તથા મોરબી સીટી એ ડીવી, મોરબી સીટી બી ડીવી, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી.બુટલેગરોને ચેક કરેલ તેમજ ટ્રાફિક પોઇન્ટ ગોઠવી દારૂ પી ને વાહન ચલાવતા ઇસમો, કાળા કાચ વાળી ફોરવ્હીલ ગાડીઓ, ફેન્સી નંબર પ્લેટ, નંબરપ્લેટ વગરના વાહનો તેમજ શીટ બેલ્ટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો, રોંગ સાઇડ તથા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા વાહન ચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરી ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ અને સુચારૂ કરવાના હેતુથી કોમ્બીંગ રાખવામાં આવેલ.
આ કોમ્બીંગ દરમ્યાન પોલીસ અધિક્ષક મોરબીની રાહબરી હેઠળ ૧ – નાયબ પોલીસ અધિક્ષક, ૦૮ – પોલીસ ઇન્સ્પેકટર, ૧૧- પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ૧૨૭ – પોલીસ કર્મચારીઓ એમ મળી કુલ ૧૪૭ પોલીસ અધિકારી/ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તેઓ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવેલ અને વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ આચરતા પ્રોહી. બુટલેગર્સ ઉપર સફળ રેઇડો કરી તેઓ વિરુધ્ધ પ્રોહીબીશનના સફળ કેસો રજીસ્ટર કરાવેલ છે.
આ કોમ્બીંગ દરમ્યાન મોરબી શહેર પોલીસ દ્વારા નીચે જણાવ્યા મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
કાળા કાચ વાળી ગાડીઓના કેસો ૫૮, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોના કેસો ૩૭, (એમ.વી.એક્ટ-૨૦૭) વાહનો ડીટેઇનના કેસો ૧૧, જાહેરમાં તિક્ષ્ણ હથિયાર સાથે(GPA-135) મળેલ ઇસમના કેસો ૦૧, શીટ બેલ્ટના કેસો-૦૪, બી.એન.એસ.૨૮૧ મુજબ કેસો – ૦૧, દારૂ પી વાહન ચલાવી નિકળેલ ચાલકો (MVA-185) કેસો-૦૭, ટ્રાફિક અડચણરૂપ પાર્કીંગના કેસો- ૦૨, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવેલ દંડ:- એન.સી.૧૫૮ દંડ રૂ.૧,૦૦,૬૦૦, પ્રોહીબીશનના કુલ ૦૭ કેસો કરેલ છે. જેમાં દારૂ વેચાણ/કબ્જાના ૬ કેસ કરી રૂપીયા ૬૪૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તેમજ ૧ દારૂ પિધેલનો કેસ કરેલ છે.