Thursday, December 11, 2025

મોરબી: ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો ઇસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના ગુનામા છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓમા છેલ્લા ૧૦ વર્ષથી પોતાની ઘરપકડ ટાળવા માટે આરોપી જફરૂદીન કમરૂદીન મેવ રહે. જોતકાદર તા.પહાડી, થાણુ ગોપલગઢ જી.ભરતપુર રાજસ્થાન વાળો નાસતો ફરતો હોય જે આરોપીને પકડી પાડવા માટે મોરબી ક્રાઈમ બ્રાન્ચ/ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા.

મોરબી તથા એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે પ્રયત્નો હાથ ધરેલ હોય તે દરમ્યાન હ્યુમન શોર્સીસ તથા ટેકનીકલ માધ્યમ અને ખાનગી રાહે બાતમી મળેલ કે, આ ત્રણે ઘરફોડ ચોરીઓના ગુનાનો નાસતો ફરતો આરોપી હાલમા રાજેશ ચૌહાણની વાડીએ ઇશારપુર શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર જી. સિહોર મધ્યપ્રદેશ મુકામે હોવાની બાતમી મળતા પોલીસ અધીક્ષક મોરબીની મંજુરી મેળવી જે બાતમીના આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની એક ટીમ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા રાજેશ ચૌહાણની વાડીએ ઇશારપુર શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર જી.સિહોર મધ્યપ્રદેશ મુકામેથી ઇસમ જફરૂદીન કમરૂદીન મેવ રહે. ભરતપુર રાજસ્થાન હાલ રહે. મધ્યપ્રદેશવાળો મળી આવતા આ ત્રણેય ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર