Monday, December 15, 2025

મોરબી ખાતે ત્રિદિવસીય “સશક્ત નારી મેળા” નું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી સશક્તિકરણ તથા ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીની નેમ સાથે મહિલાઓ પગભર બને અને સાથે સાથે દેશની પ્રત્યેક વ્યક્તિ રોજિંદી જીવનમાં સ્થાનિક અને ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરે તેવું સ્વપ્ન સેવ્યું છે.

ત્યારે વડાપ્રધાનના આ વોકલ કોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાર્થક કરવા અનેકવિધ આયોજનો દેશમાં થઈ રહ્યા છે. તેની સાથે સાથે ગુજરાતમાં પણ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડવા અને મહિલા લક્ષી ઉદ્યોગો તેમજ કામગીરીને વધુ ઉત્તેજન મળે તેવા હેતુથી રાજ્યભરમાં તા.૧૧/૧૨/૨૦૨૫ થી ૨૩/૧૨/૨૦૨૫ દરમિયાન સશક્તનારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબીમાં પણ મહિલા નેતૃત્વનો વિકાસ થાય ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને સવિશેષ પ્રદર્શિત કરી શકાય તેવા સરકારના ઉમદા આશય સાથે તા.૧૯/૧૨/૨૦૨૫ થી ૨૧/૧૨/૨૦૨૫ દરમિયાન ત્રિદિવસીય “સશક્ત નારી મેળા”નું આયોજન મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ સશક્ત નારી મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો લખપતિ દીદીયો ડ્રોન દીદીઓ જૂથો મહિલા ખેડૂતો સહકારી સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિકોનો પાયાના સ્તરે વિકાસ કરી શકાય, તેમની સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવનાર છે. આ મેળો મહિલાઓને સશક્ત બનાવવા સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યોને વધુ મજબૂત અને સક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઉપરાંત વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવામાં મહિલાઓની આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરશે.

સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આયોજિત આ સશક્ત નારી મેળાનો વધુને વધુ લાભ લઇ મહિલા કારીગરોના રોજગારી સર્જન તેમજ તેમના આર્થિક ઉત્કર્ષમાં સહભાગી બનવા મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર