મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા
મોરબી: મોરબીના વીસીપરા ચાર ગોદામ નજીક હનુમાન મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ચાર ગોદામ નજીક હનુમાન મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઈસમો વિશાલભાઇ ભુપતભાઇ બારૈયા જાતે ઉ.વ.૨૭ રહે. ચરાવડા હરીજનવાસ તા.હળવદ જી.મોરબી, સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા ઉ.વ.૨૭ રહે. ત્રાજપર અવેળા પાસે મોરબી, રંજનબેન ભુપતભાઇ બારૈયા ઉ.વ.૪૮ રહે. ચરાડવા હરીજનવાસ તા.હળવદ જી.મોરબી, મુમતાજબેન હસનભાઇ પીંજારા ઉ.વ.૨૮ રહે. હનુમાન મંદીર પાસે વીશીપરા મોરબી, ગીતાબેન રમેશભાઇ ધરજીયા ઉ.વ.૩૨ રહે. રણછોડનગર સાઇબાબાના મંદીર પાસે વીશીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે