ત્રણ મંદિર ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને રોકડ રકમ તથા દાગીના સાથે દબોચી લેતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ
મોરબીના ચરાડવા મહાકાળી આશ્રમ તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં એમ ત્રણ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી ચાર આરોપીને રોકડા રૂપીયા, ચોરીમાં ગયેલ દાનપેટીની રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ કિ.રૂ. ૨,૯૧,૦૦૫/- ના મુદામાલ સાથે ચાર ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરનાર ચાર આરોપીઓ હળવદ ફુલ જોગણી મેલડી માતાજીના મંદિરની બાજુમાં આવેલ ક્રિષ્ના પાર્ક સામે ખરાબમાં આવેલ ઝુંપડામાં છે જેથી તપાસ કરતા ચારે આરોપી મહેશભાઇ રાજુભાઇ ધંધાણીયા દેવીપુજક રહે. રોનીગામ તળાવની બાજુમાં તા. શંખેશ્વર જી. પાટણ, પરબતભાઇ નાજાભાઇ સરૈયા રહે.કેદારીયા ગામ પાસે ધનાલા રેલ્વે સ્ટેશન પાસે ઝુપડામાં તા.હળવદ, પ્રતાપ ત્રિભોવનભાઇ ઉર્ફે તભાભાઈ ધનાભાઇ દેવીપુજક રહે.હાલ રાધનપુર રેલ્વે સ્ટેશન પાછળ,સુખપુરા રાધનપુર, ચેતનભાઇ ઉર્ફે ચેતલો પરબત ઉર્ફે પ્રભાત ઉર્ફે ચોટલો સમજુભાઇ જાગરીયા રહે. હાલ હળવદ ભવાની નગર ઢોરો, તથા કેદારીયા તા.હળવદ જી.મોરબી મુળ ગામ અલુદરા તાલુકો કડી જીલ્લો મહેસાણાવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા ચારેય મળી હળવદ વિસ્તારમાં ચરાડવા નજીક આવેલ મહાકાળી આશ્રમ ખાતે તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટીમાં નદીના કાંઠે આવેલ મસાણની મેલડી માતાજીના મંદીરમાં તથા વસ્તડી ખાતે આવેલ સામાકાંઠા વાળા મેલડી માતાજીના મંદીરમાં આશરે દશેક દિવસના સમય ગાળામાં રાત્રીના સમયે અલગ-અલગ વાહનોમાં જઇ મંદીરમાં પ્રવેશી મંદીરમાં રહેલ દાન પેટીમાંથી રોકડા રૂપીયા તથા માતાજીને ચડાવેલ સોના તથા ધાતુના દાગીનાઓની ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા ચારે આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ કિ.રૂ. ૨,૯૧,૦૦૫/- ના મુદામાલ કબ્જે કરી ચારે આરોપીઓને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
