મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ઓફીસમાંથી વિદેશી દારૂની 30 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા સામે શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મૂળ બોટાદ જિલ્લાના વતની અને હાલ જુની પીપળી ૮-એ નેશનલ હાઇવે ટીંબડી ગામના પાટીયા સામે શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમા રહેતા કિર્તીભાઇ કનુભાઈ વરાળીયા (ઉ.વ.૨૪) એ પોતાના કબ્જા ભોગવટા વાળી ઓફિસમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૦ કિં રૂ. ૧૭,૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.