મોરબી: ટીંબડી પાટીયા પાસે ઓફિસમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા આવેલ ઓફિસમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે. શ્રીકુંજ સોસાયટી-૦૧ મોરબી વાળાની કન્ટ્રકશનની ઓફીસમાં જુગાર રમતા પાંચ ઇસમો અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ ઉવ-૪૨ રહે. શ્રીકુંજ સોસાયટી-૦૧ મોરબી, અમીતસિંહ જીતુભા સોલંકી રહે. જનકપુરી સોસાયટી મોરબી-ર, તરૂણભાઇ કરમશીભાઇ પટેલ રહે.કન્યા છાત્રાલય રોડ રૂશીકેશ એપાર્ટમેન્ટ મોરબી, ધમેન્દ્રભાઈ રમેશભાઇ મેવાડા રહે. મહેન્દ્રનગર ઉમાવિલેજ મોરબી, હીતેષભાઇ દુલર્ભજીભાઇ પટેલ રહે. પટેલનગર આલાપ રોડ ટાવર બી-૫૦૨ મોરબીવાળાને રોકડ રૂ.૧,૫૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.