Thursday, April 25, 2024

તીથવા હાઈસ્કૂલની કૃતિ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દર વર્ષે યોજાતા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વર્ષ 2021-22 ના વર્ષમાં યોજાયેલ પ્રદર્શનમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની તીથવા માધ્યમિક શાળાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામેલ છે.


વર્ષ 2021-22 ના વર્ષ માટે યોજાયેલ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન માં વિભાગ-3 “સોફ્ટવેર એન્ડ એપ્સ” માં તીથવા માધ્યમિક શાળાની બાળાઓ ચૌધરી મુબિરા અને માથકિયા તસ્કિન એ “જેસ્ચર કંટ્રોલ રોબોર્ટ” કૃતિ ગણિત-વિજ્ઞાન શિક્ષક ભરતભાઇ ગોપાણી ના માર્ગદર્શન અનુસાર તૈયાર કરેલ હતી. આ કૃતિમાં ત્રણ પ્રકારના રોબોર્ટ તૈયાર કરવામાં આવેલ હતા. જેમાં એક પ્રકારના રોબોર્ટ જેસ્ચર કંટ્રોલ એટલે કે હાથ પર ડીવાઇઝ લગાવીને હાથના કમાન્ડ દ્વારા રોબોટિક કાર ને કંટ્રોલ કરી શકાય છે. બીજા પ્રકારના રોબોર્ટમાં વાઇફાઇ રિમોટ દ્વારા રોબોટને કંટ્રોલ કરી શકાય છે. જ્યારે ત્રીજા પ્રકારના રોબોર્ટમાં મોબાઈલમાં બ્લ્યુટૂથ એપ્લિશન દ્વારા રોબોટને કંટ્રોલ કરી શકાય છે. આ પ્રકારના ડીવાઇઝ ને સસ્તા બનાવી શકાય છે તેમજ વાસ્તવિક રીતે એપ્લાય કરવા માટે અજમાવી શકાય છે. આ પ્રકારના રોબોટિક ડીવાઇઝ માં અલ્ટ્રા સોનિક સેન્સર કંટ્રોલ હોય છે. જે રોબોટિક કાર ને આગળ આવતી વસ્તુઓ સાથે અથડાયા પહેલા જ આપોઆપ રોકી શકે છે.


આમ આવા રોબોટિક ડીવાઇસને વાસ્તવિક રીતે એપ્લાય કરતા ઘણા ક્ષેત્રોમાં કાર્યની સરળતા પ્રાપ્ત કરવા ઉપયોગ કરી શકાય છે. આવા રોબોટમાંથી બનાવેલ ઉપકરણો જ્યાં વાસ્તવિક રીતે મનુષ્યો ન પહોંચી શકે તેવા દુર્ગમ સ્થળોએ જમીન માપણી, માહિતી એકત્રીકરણ, જંતુનાશક દવા છંટકાવ, ફોટોગ્રાફી, ડ્રોનના ઉપયોગના વિશાળ ક્ષેત્રમાં, ભારતીય સેનામાં સેફ્ટી સાથે જોખમી કાર્યો કરવા, ઉદ્યોગોમાં રોબોટિક આર્મ દ્વારા ઉત્પાદન કરવા વગેરે જેવા અનેક કાર્યોમાં ઉપયોગી થઈ શકે તેમ છે.


આ પ્રદર્શન કોરોના મહામારીના લીધે રાજ્ય કક્ષાએ ઓનલાઇન મોડમાં યોજાયું હતું. જેમાં વિભાગ -3 “સોફ્ટવેર એન્ડ એપ્સ”માં સમગ્ર ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર વિભાગ માથી એક માત્ર શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી. હવે આગામી સમયમાં ચૌધરી મુબિરા અને માથકિયા તસ્કિન તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી ભરતભાઇ ગોપાણી ની “જેસ્ચર કંટ્રોલ રોબોટ” કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ GCERT ગાંધીનગર દ્વારા નોમિનેટ થયેલ છે જે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

આ કૃતિની you tube લિંક આપેલ છે જે આપ જોઈ શકશો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર