વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે
વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘ મઘા કે બરસે, માતુ કે પરસે’ એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પહેલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નાથી.
ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હોતા અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાત વાસી વરસાદી પાણી નો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.
એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્ર ને આાધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે.
આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17/08/2022 એ સવારે 07.23 થી 30/08/2022 એ રાત્રી ના 03.19 સુધી મઘા નક્ષત્રમાં રેહશે. તો આ ૧૪ દિવસના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ ૧૪ દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા આૃથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.
આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ?
આંખોના કોઈપણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય. પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વાધી જવા પામે છે. આ પાણી થી આપના ગૃહ ની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે.
મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૫૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો...