Sunday, May 25, 2025

ઈવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV)ને પ્રસ્થાન કરાવતા કલેકટર જી.ટી. પંડ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં અગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તે હેતુથી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV)ને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ લોકો ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા લોકોમાં જાગૃતિ વધે તેવા હેતુથી મોરબી જિલ્લામાં મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV) ફાળવવામાં આવી છે. આ વાન તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ દરમિયાન ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગ, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વગેરે સ્થળોએ ફેરવી લોકોને માહિતગાર કરવામાં આવશે.

ઉપરાંત મોરબી જિલ્લાની હેડકવાટર્ર કચેરી, સબ-ડીવીઝન કચેરી ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC) બનાવવામાં આવશે જ્યાં લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે. જેથી તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) અને ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC)ની જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ લોકો મુલાકાત લેવા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ અપીલ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર