મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ પાલણપીરની જગ્યાને પવીત્ર યાત્રાધામ વિકાસમાં સમાવવા સરકારને પત્ર લખી મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ રજૂઆત કરી છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં હડમતીયા ગામે સમગ્ર ગુજરાત રાજયનાં સમસ્ત અનુસૂચિત જાતિની ધાર્મીક આસ્થાનુ પ્રતિક એવા પાલણપીરની સમાધી સ્થાન મંદીર આવેલુ છે. જયાં મોટી સંખ્યામાં દુર-દુરથી લોકો દર્શનાર્થે પધારતા હોય છે દર વર્ષે ભાદરવા વદ નોમ,દસમ અને અગીયારસનો ત્રણ દિવસીય સુપ્રસિધ્ધ મેળો પણ આ જગ્યા ઉપર ભરાય છે જે ત્રી-દિવસીય મેળામાં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય ધાર્મીક સ્થાનનો વિકાસ કરવો ખુબ જરૂરી હોય તેમજ લોક લાગણી હોય અદરવું હળમતીયા મુકામે આવેલ પાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામ વિકાસની ગ્રાન્ટમાં સમાવેશ કરી ધાર્મીક જગ્યાનો વિકાસ કરવા લાગણી સભર નમ્ર રજૂઆત કરવામાં આવી છે.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...