આજે મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરાઈ
આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સિનિયર ધારાશાસ્ત્રી અને નોટરી જીતુભાઈ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નીમણુંક કરાઈ જેમાં પ્રમુખ તરીકે – ધારાશાસ્ત્રી અને નોટરી જીતુભાઈ પટેલ -મોરબી, ઉપપ્રમુખ તરીકે – ધારાશાસ્ત્રી અને નોટરી વિરેન્દ્ર મહેતા -મોરબી, સેક્રેટરી – ધારાશાસ્ત્રી અને નોટરી હિરેન નિમાવત – ટંકારા , જોઈન્ટ સેક્રેટરી – અનિરુદ્ધસિંહ ઝાલા – વાંકાનેર.
તેમજ કારોબારી સભ્ય તરીકે નિતીનકુમાર એ. પંડ્યા ધારાશાસ્ત્રી અને નોટરી -મોરબી, નિલેશભાઈ ગોસ્વામી ધારાશાસ્ત્રી અને નોટરી મોરબી, હેતલબેન ટી. મહેશ્વરી ધારાશાસ્ત્રી અને નોટરી -મોરબી, રાધિકા જે મીરાણી ધારાશાસ્ત્રી અને નોટરી -મોરબી, આર.એસ. મેવાડા ધારાશાસ્ત્રી અને નોટરી -મોરબી, એ.પી. કંઝારીયા ધારાશાસ્ત્રી અને નોટરી -મોરબી, રઘુવિરસિંહ ઝાલા ધારાશાસ્ત્રી અને નોટરી -હળવદ.