અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતીકાલે તારીખ ૨૨ મેં ને ગુરૂવાર ના રોજ રાતના ૯:૧૫ કલાકે ગાયત્રી ચેતના મંદિર કેન્દ્ર નવા હાઉસીંગ બોર્ડ, પાછળ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, શનિદેવના મંદિર પાછળની શેરીમાં મોરબી ખાતે વિવિધ સંવત, તેની મહત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરુવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે.
વૈશાખ વદ ૧૦, દિનાંક ૨૨/૫/૨૦૨૫ના માસિક બૌદ્ધિક વર્ગમાં ભારતની પ્રાચીન, વિશ્વની શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક કાલગણના પદ્ધતિ વિવિધ સંવત અને તેની મહત્ત્વતા અને વહેવારિક ઉપીયોગીતા વિષય પર અધ્યયન મંડળના સંયોજક ડો જયેશભાઈ પનારા વક્તવ્ય આપશે.
તેમજ દર મહિને વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓને આમંત્રણ આપીને રાષ્ટ્રના આ સંક્રમણ સમયે વૈચારિક યુદ્ધમાં કઈ રીતે બચવું અને કેવી તૈયારી કરવી વગેરે ચર્ચા કરવામાં આવે છે. મોરબીના અધ્યયનશીલ લોકો તથા રસ ધરાવતા લોકોને આ અધ્યયન મંડળમાં જોડાવવા અનુરોધ કરવામાં આવે છે.
પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ અશોક કુમારની સુચના અને હે. પોલીસ અધિક્ષક, મોરબી મુકેશ પટેલના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ, "FIT INDIA MOVEMENT" તથા "NATIONAL SPORTS DAY" અનુસંધાને આજે પોલીસ હેડક્વાર્ટર, મકનસર, મોરબી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ તથા ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) ની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતુ.
આ સ્પર્ધામાં પોલીસ...