મોરબી: બોરીયાપાટીના નાલા પાસેથી ગાંજાની હેરાફેરી કરતા બાળ કિશોર સહિત બે ઝડપાયાં
મોરબી: મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટીના નાલા પાસે ૧૭૯.૬૨ ગ્રામના જથ્થા સાથે ગાંજાની હેરાફેરી કરતા બાળ કિશોર સહિત બે શખ્સોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટીના નાલા પાસે આરોપી એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ ઉ.વ.૨૮ રહે. લીંબાળા ગામ સ્મશાનની પાછળ ઓરડીમાં તા. વાંકાનેરવાળો તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરે પોતાના કબ્જા ભોગવટા વાળા નંબર પ્લેટ વગરનાં સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળામા સવાર થઈ પોતાના કબ્જામાં કાળા કલરની પ્લાસ્ટિકની કોથળીમાં ગાંજો કિં.રૂ. ૧૭૯.૬૨ ગ્રામ કિં. રૂ.૧૭૯૦ તથા મોબાઇલ નંગ -૨ કિં. રૂ. ૨૫૦૦ તથા રોકડ રૂ.૩૪૦ મળી કુલ મુદ્દામાલ રૂ. ૨૪૬૩૦ નો હેરાફેરી કરતા મળી આવતા આરોપી એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ ઉ.વ.૨૮ રહે. લીંબાળા ગામ સ્મશાનની પાછળ ઓરડીમાં તા. વાંકાનેરવાળાને ઝડપી પાડયો હતો તેમજ કાયદેસરના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ડીટેઈન કરી વાલીને પરત સોંપીલ છે તેમજ આરોપી એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ ૧૯૮૮ ની કલમ -૮(સી), ૨૦(બી) (૨-એ),૨૯મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.