મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે એક્ટિવામાથી વિદેશી દારૂની પાંચ બોટલ ઝડપાઇ; આરોપી ફરાર
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ-૨ ફ્લેટ નંબર -૪૦૧ માં રહેતા આરોપી અંકિતભાઈ દિપકભાઈ સોલંકીના કબ્જા ભોગવટાવાળા એકટીવા મોપેડ નં -જીજે-૦૩- એચ.સી.-૬૭૧૩ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળાની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ. ૭૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૭,૦૦૦ નોં મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી આરોપી રેઇડ દરમ્યાન સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.