મોરબીના ત્રાજપર ખારીમા જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઝડપાયા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ત્રાજપર ખારીમાં જાહેરમાં જુગાર રમતા બે પુરૂષ તથા પાંચ મહિલાને રોકડા રૂપીયા-૫૧,૪૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી ત્રાજપર ખારીમાં જાહેર શેરીમા અમુક લોકો તીન પતીનો જુગાર રમતા હોવાની મળેલ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા બે પુરૂષ, પાંચ મહિલા મળી કુલ-૦૭ ઈસમ શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા રહે. મોરબી, ચંદુભાઇ વીરજીભાઇ દુદકીયા રહે. મોરબી, શીતલબેન કાનજીભાઇ પીપળીયા રહે. મોરબી, રંજનબેન અમરશીભાઇ દેગામા રહે. મોરબી, અંજનાબેન હસુભાઇ નિમાવત રહે. મોરબી, નિમુબેન રાજેશભાઇ સનુરા રહે. મોરબી, વનીતાબેન હરેશભાઇ રાઠોડ રહે. મોરબીવાળાને રોકડા રૂ.૫૧,૪૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ સામે મોરબી સીટી બી ડિવિ.પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.