ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: વાંકાનેરની દિકરી સુરેન્દ્રનગરમાં સાસરે હોય ત્યાં સાસરીયા પક્ષ દ્વારા પરણીતાને કરીયાવર બાબતે મેણા ટોણા મારી શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલ વાંકાનેર મિલ પ્લોટ શેરી નં-૨મા રહેતા પારૂલબેન હેમંતભાઈ આંબલીયા (ઉ.વ.૩૯) એ આરોપી સંજયભાઇ ભીખાભાઇ સોલંકી ( પતિ ), ભીખાભાઇ ગોવીંદભાઇ સોલંકી ( સસરા ), શાંતુબેન ભીખાભાઇ સોલંકી ( સાસુ ), અનીલભાઇ ભીખાભાઇ સોલંકી (દેર), લતાબેન ભીખાભાઇ સોલંકી ( નણંદ )રહે બધા- જોરાવરનગર લાતી પ્લોટ લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૦૩-૨૦૨૨ થી ૦૨-૦૬-૨૦૨૩ ના કોઈપણ વખતે ફરીયાદીને આરોપીઓએ અવાર નવાર નાની નાની બાબતોમા તથા કરીયાવર ઓછો લાવી છો તેમ મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી તમેજ મારકુટ કરી ફરીયાદીના પતિને ખોટી ચડામણી કરતા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર પારૂલબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.