Saturday, May 17, 2025

વાંકાનેર મીરૂમીયા બાવા દરગાહની મુલાકાત લઈ મીર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં પરષોત્તમ રૂપાલા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીરઝાદા પરિવારને સાંત્વના આપી.

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા બાવા દરગાહની આજરોજ પુર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા દ્વારા મુલાકાત લઈ તાજેતરમાં જ વફાત થયેલ પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીરઝાદા પરિવારને સાંત્વના આપી હતી.

આ તકે પીરઝાદા પરિવાર વતી પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, ઇરફાન પીરઝાદા, શાઇરએહમદ પીરઝાદા, શકીલ પીરઝાદા, કાશાની પીરઝાદા સહિતના દ્વારા સાંત્વના બદલ ઉપસ્થિત તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ તકે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા કેશરીદેવસિંહ‌ ઝાલા, પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, નાગદાનભાઈ ચાવડા, નરેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર