તિરંગો લહેરાવી સેલ્ફી લઇ વેબસાઈટ પર પર ઉપલોડ કરવા આહ્વાન
સોશિયલ મીડિયા ઉપર અધિકૃત #HARGHARTIRANGA નો ઉપયોગ કરવા અપીલ
ભારત સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવનાર છે જે અંગે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા WWW.HARGHARTIRANGA.COM નામની વેબસાઈટનું નિર્માણ કરવામાં આવનાર આવેલ છે. જેથી મોરબી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો રાષ્ટ્રધ્વજ સાથે પોતાની સેલ્ફી આ વેબસાઈટ ઉપર અપલોડ કરે અને આ અભિયાનને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપે તે મહત્વનું છે. આ વેબસાઈટ અને સોશિયલ મીડિયા ઉપર પણ અધિકૃત #HARGHARTIRANGA નો ઉપયોગ કરવા અંગે નાગરિકોને જાગૃત બની આ અભિયાનમાં સહભાગી બનવા નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે.