મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી ત્રિલોકધામ મંદિર વિવિધ કાર્યક્રમોનું આયોજન
મોરબી: મહાશિવરાત્રિ પર્વ નિમિતે શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે તારીખ-૧૫- ૦૨-૨૦૨૬,ને રવિવાર ના સૂર્યોદય સાથેજ ભગવાન ના વસ્ત્રો, આભૂષણ અને શૃંગાર દર્શન, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ પૂજન.બપોરે ૧૨:૦૦ કલાકે મધ્યસ્થ આરતી તથા મહાશિવરાત્રિ નિમિત્તે ભાંગ પ્રસાદ વિત્રણ સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી, તથા દીપમાળા પ્રાગટ્ય પૂજન. રાત્રે ૧૦ થી ૧ર વાગ્યા સુધી શિવ ધૂન ભજન અને ફરાર ભોજન નું આયોજન રાખેલ છે.
ત્યારબાદ રાત્રે શિવ મહાપૂજા, રૂદ્ર યજ્ઞ ૮ થી ૧૦… ૧૦ થી ૧૨… ૧૨ થી ર…૨ થી ૪ મહાપૂજા આયોજન રાખેલ છે.તો બધાજ સેવક ગણો ને સહપરિવાર સાથે પ્રભુકૃપા અને આશીર્વાદ મેળવવા માટે પધારવા ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.