મોરબી: હાલનાં સમયમાં ભવ્ય સેલિબ્રેશન અને ભપકાદાર ઝાકઝમાળ સાથે દેખાદેખીમા ભવ્યાતિભવ્ય જન્મદિવસ ની ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે દેરાળા ગામના ઉઘરેજા પરિવારે પોતાની પુત્રીનાં જન્મદિવસની ઉજવણી સાદાઈથી અને પ્રેરણાદાયી રીતે કરી હતી.
સમાજ ઉપયોગી અને સામાજિક કાર્યોમાં હર હંમેશ પોતાનું યોગદાન આપનારા દેરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા”ભુમીબેન ભાર્ગવભાઈ ઉઘરેજા” ની લાડકવાયી પુત્રી “પ્રિવા”ના ત્રીજા જન્મદિવસ નિમિત્તે રાસંગપર ગામે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ નાં વડીલો ને ભોજન કરાવીને કરવામાં આવી હતી.
સંગાથ વૃદ્ધાશ્રમ ના વડીલો અને સંચાલકો દ્વારા ઉઘરેજા પરિવારની પુત્રી”પ્રિવા”ના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી ની સરહાના કરવામાં હતી અને આશીર્વાદ સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા કિશન ઉર્ફે ક્રિશ મુકેશભાઈ માલકીયા (ઉ.વ.૧૯) એ પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ...
હળવદ તાલુકાના ચરાડવા ગામે પુત્ર કાંઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પીતાએ તેને અવારનવાર કામ ધંધો કરવાનું કહેતા હોય ત્યારે પિતા પુત્ર વચ્ચે ઝઘડા થતા હોય જેથી પિતાએ જ પોતાના પુત્રને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ...
મોરબી શહેરમાં મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા સેરવી લીધા હોવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત સામે આવી છે ત્યારે ફરી મોરબીમા રીક્ષામાં બેસાડી મુસાફરની નજર ચૂકવી રોકડ સેરવી લેતી ટોળકી સક્રિય બની છે. ત્યારે મોરબી નવા ડેલા રોડ પરથી રીક્ષામાં બેસલ એક વૃદ્ધના ખીસ્સામાંથી ઠગ ટોળકીએ રૂપિયા ૧૮૦૦૦ સેરવી લીધા...