Thursday, January 1, 2026

શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબીનુ ત્રીજુ વાર્ષિક સ્નેહમિલન યોજાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનું ત્રીજુ વાર્ષિક સ્નેહમિલન “ઉમા હોલ રવાપર” ખાતે યોજવામાં આવેલ હતુ. જેમાં ૭૫ વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ સભ્યોનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન જેમના જન્મ દિવસ આવેલ તેવા સભ્યોને ગીફ્ટ આપી શુભેચ્છા પાઠવવામાં માં આવી.

આ સ્નેહમિલન અંતર્ગત “સંગીત સંધ્યા”નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાયક કલાકાર ગાયત્રીબેન મીસ્ત્રી, જીવરાજભાઈ મીસ્ત્રી અને મહેન્દ્રભાઈ મહેતા દ્વારા ફિલ્મી ગીતો રજુ કરવામાં આવ્યા. આ સંગીત સંધ્યાનું આયોજન પ્રોજેકટ ચેરમેન ડી.કે. મેરજા દ્વારા કરવામાં આવ્યુ. કલબના પ્રમુખ ભાણજીભાઈ આર્થ્રોજાએ તેમના ઉદબોધનમાં કલબની ત્રણ વર્ષની પ્રગતિનો અહેવાબ રજુ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓકે. કોરીયા દ્વારા કરવામાં આવ્યુ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર