Wednesday, March 4, 2026

મોરબીના ઉમીયા સર્કલ નજીકથી પ્રતિબંધી ચાઇનીઝ દોરીની 06 ફિરકી સાથે બે ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આવેલ શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસે કેનાલ નજીકથી પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી નંગ -૦૬ કિં રૂ‌. ૩૬૦૦ નાં મુદામાલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો હોય જે અનુસંધાને જાહેરમુ પ્રસિદ્ધ થતા જાહેરનામા ભંગ બાબતે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ ચેકિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં આવેલ શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસે કેનાલ નજીક વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી નંગ -૦૬ કિં રૂ‌. ૩૬૦૦ નાં મુદામાલ સાથે બે ઈસમો કીરણભાઇ મગનભાઇ રહેશીયા (ઉ.વ.૨૫) રહે- શનાળા ગોકુળ નગર પહેલી શેરી મોરબી તથા રોહિતભાઇ ચંદુભાઇ પરમાર (ઉ.વ.૨૦) રહે-શનાળા રોડ ગોકુલ નગર મોરબીવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર