ઉમિયા માનવ મંદિરમાં દાન અર્પણ કરતા ટિકર નિવાસી ચંદુલાલ સિતાપરા
મોરબી: ભીમનાથ મહાદેવ લજાઈના સાનિધ્યમાં પાટીદાર પરિવારના જરૂરિયાતમંદ જેમને દિકરા નથી એવા 200 નિરાધાર વડીલોને આશરો આપવા માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવું ઉમિયા માનવ મંદિરનું નિર્માણ થઈ ગયું છે, કુલ એસીની સુવિધા ધરાવતા એંસી રૂમનું બાંધકામ,રંગરોગાન પૂર્ણ થઈ ગયું છે,હાલ ફર્નિચર કામ ચાલુ છે
ટૂંક સમયમાં માનવ મંદિરમાં દરિદ્ર નારાયણોને પ્રવેશ કરાવી ભવ્ય અને દિવ્ય ઉદ્ઘાટન થવાનું છે,ત્યારે અનેક દતાઓ આ માનવ મંદિરના દરિદ્ર નારાયણોના નિભાવ અને સંસ્થાના વિકાસ માટે દાનનો અવિરત પ્રવાહ વહેવડાવી રહ્યા છે ત્યારે વધુ એક દાતા ટિકર રણ નિવાસી સિતાપરા ચંદુલાલ જીવાભાઈએ પોતાના રળેલા રૂપિયા 51000/- એકાવન હજારની ધનરાશી અર્પણ કરી પવિત્ર પુરષોતમ માસમાં પુણ્યનું ભાતું પ્રાપ્ત કર્યું છે.દાતાની દિલેરીને પોપટભાઈ કગથરા પ્રમુખ ઉમિયા માનવ મંદિર તેમજ હરજીવનભાઈ બાવરવાએ માતાજીનો ખેસ પહેરાવી બુક અર્પણ કરી અભિવાદન કર્યું હતું.