Tuesday, January 20, 2026

મોરબી મનપાની યુ..સી.ડી. શાખા માં શેરી ફેરિયાઓ પી.એમ. સ્વનિધિ યોજનાની ઑનલાઇન અરજી કરી શકશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ યોજના અંતર્ગત શેરી ફેરી પ્રવૃતિ કરતાં લોકો આર્થિક મદદ માટે બેક દ્વારા લધુ ધિરાણ આપવામાં આવશે

મોરબી શહેરના શેરી ફેરિયાઓ માટે પી. એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયા પોતાની આજીવિકા વધારી શકે તેમનો વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પી. એમ. સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં શેરી ફેરિયાઓને બેંક દ્વારા લઘુ ધિરાણ પૂરું પાડવામાં આવે છે.

મોરબી શહેરના શેરી ફેરિયાઓ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત પી. એમ. સ્વનિધિ યોજના અમલમાં છે, આ યોજના મોરબી ની હેડ વિસ્તાર માં વસવાટ કરતાં અને શેરી પ્રવૃતિ કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકો નો ધંધો વ્યવસાય આગળ વધે તેમને વ્યવસાય માં આર્થિક રીતે મદદ મળી રહે તે હેતુ સર બેન્ક દ્વારા વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે, જેમાં પ્રથમ લોન નું ધિરાણ રૂ. 15000/- મળવા પાત્ર છે, લોન ધિરાણ ને નિયમિત ભરવાથી સમય કે વહેલા સરે લોન ભરપાઈ કરવાથી વાર્ષિક 7 % વ્યાજ સહાય નો લાભ (BDT) મળવા પાત્ર છે, ડિજિટલ નાણાંકીય લેવડ દેવડ પર માસિક રૂ.100 અને વાર્ષિક રૂ. 1600 સુધી નું કેશ બેક મળવા પાત્ર છે, પ્રથમ લોન ભરપાઈ થાય બાદ રૂ. 25000-/ ની દ્વિતીય લોન મળવા પાત્ર રહેશે, દ્વિતીય લોન ની ભરપાઈ કર્યા બાદ તૃતીય લોન રૂ. 50,000 -/મળવા પાત્ર રહેશે, ત્યારબાદ રૂપિયા 30,000-/ નું ક્રેડિટ કાર્ડ શેરી ફેરિયાને મળવા પાત્ર રહેશે, ઉપરોક્ત દરેક લોન માં કોઈ પણ પ્રકારની સિક્યુરિટી આપવાની રહેશે નહીં, લોન અરજી ઓનલાઈન કરવાની રહેશે જે www.pmsvanidhi.mohuda.gov.in વેબ સાઈટ પર થસે, આ યોજનાં નો લાભ મેળવવા માંગતા શેરી ફેરિયાઓએ આધારકાર્ડ, વેન્ડરકાર્ડ, બેંક પાસબુક, UPI ID ( ફોન પે / ગૂગલ પે) આધાર સાથે લિન્ક મોબાઈલ નંબર સાથે ઓનલાઈન પ્રક્રિયા માટે મોરબી મહાનગર પાલિકા ની કચેરી ખારાકૂવા શેરી સહયોગ કૉમ્પ્લેક્ષ ડે.એન.યુ.એલ.એમ. ઓફીસનો સવારે 10:30 થી સાંજે 6:10 સુધી સંપર્ક કરી શકશે અથવા નજીકના CSC કેન્દ્ર પર લોન મેળવવા માટેની ફેરી પ્રવૃતિ કરતાં લોકો અરજી કરી શકશે મોરબી મહાનગરપાલિકા ની યુ.સી.ડી. શાખા દ્વારા વધુ ને વધુ ફેરી પ્રવૃતિ કરતાં લોકો લાભ લે તેવો આશય છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર