મોરબીઃ પ્રાથમિક શાળાના ના શિક્ષકની દીકરી વૈદેહી પટેલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાત બોર્ડમાં દ્રિતીય સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું
“મોર ના ઈંડા ચીતરવા ન પડે” આ કહેવત અહીં બંધ બેસે છે જી ..હા એક શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓના સારા પરિણામની અપેક્ષા રાખતા હોય છે પણ જયારે પોતાનાજ ઘરમાં એટલેકે પોતાના દીકરા દીકરી સારું પરિણામ લઈને આવે ત્યારે હર્ષની લાગણી નો આનંદ અલગ હોય છે મૂળ સરવડ ગામના અને હાલ મોરબી ન્યુ ચંદ્રેશ સોસાયટીમા રહેતા અને નાની વાવડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ પટેલ ની દીકરી વૈદેહી પટેલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.98 PR 94.86% તેમજ Account 100/100 માર્ક્સ સાથે મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાન અને ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવી પરિવાર તેમજ સ્કૂલ નું ગૌરવ વધાર્યું છે
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ શહેરમાં મુખ્ય બજાર અને કોમર્શિયલ વિસ્તારમાં રાત્રી સફાઈ હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય વ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા ઝુંબેશ સહિતની કામગીરી હાથ ધરવામાં...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...