મોરબીના વજેપરમા પ્રેમ સંબંધ બાબતે બે પક્ષો વચ્ચે બબાલ થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબીના વજેપરમા પ્રેમ સંબંધ બાબતે ઝગડો થતા બંને પક્ષો દ્વારા ધારીયા, છરી, પાઈપ વડે મારામારી કરી હતી. ત્યારબાદ આ બનાવ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો જ્યાં બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વજેપરમા રહેતા મનીષાબેન સુરેશભાઈ થરેશાએ આરોપી હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઇ ચોહાણ, જીગુબેન હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઇ ચોહાણ, ખોડો હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઇ ચોહાણ, વિશાલ બાબુભાઇ થરેશા રહે બધા વજેપર તા.જી-મોરબીવાળા વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના જમાઇ સાથે આરોપીની દિકરીને પ્રેમ સંબધ હોઇ જેથી આરોપીઓને સમાધાન માટે બોલાવતા જે સારૂ નહીં લાગતા ભુડા ગાળો બોલી એકદમ ઉસ્કેરાઇ જઇ આરોપીઓએ ફરીયાદી તથા સાથી સુરેશભાઇને લોખંડના પાઇપ, ધારીયા વડે ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે વજેપર શેરીમાં રહેતા વીશાલભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ (ઉ.વ૩૭) એ આરોપી મનીષાબેન સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેશા, જગદીશ સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેશા, મનીષાબેન નો જમાઇ હીતેષ ઉર્ફે ઠાકરો, સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેશારહે બધા વજેપર તા.જી-મોરબીવાળા વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સાથીની દિકરીને તથા આરોપીના જમાઈને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ઝઘડો ચાલતો હોય તે બાબતનો ખાર રાખી ફરીયાદી તથા સાથી હર્ષદ ઉર્ફે હકો ફરીયાદીના કાકાના ઘરેથી પોતાના ઘરે જતા હોય તે દરમ્યાન આરોપીએ હર્ષદને ગાળો આપી આપતા તેની પાસે જતા આરોપીઓએ ફરીયાદીને તથા સાથી હર્ષદને છરી, તથા લોખંડના પાઇપ વડે ઈજા કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંન્ને પક્ષો દ્વારા સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.