વજેપર સર્વે નં 602 જમીન કૌભાંડ ની સાઈડ કાપતું મસમોટુ બીજું જમીન કોભાંડ: જમીન કૌભાંડની મૌસમ ફૂલબહાર ખીલી
મોરબીમાં કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પાંચ શખ્સો તેમજ તપાસ દરમિયાન જે નામ ખુલે તેના વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના લખધીરનગર રહેતા ગામના વૃદ્ધના ખાતે ગાંધીનગર જીલ્લાના જાસપુર મુકામે કરોડોની જમીન આવેલ છે જે પચાવી પાડવા માટે આરોપીઓએ સડીયંત્ર રચી વૃદ્ધને નશાની હાલતમાં વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લઈ અવેજ પેટે કોઈ રકમ ના આપી વૃદ્ધ સાથે ૧.૧૪ કરોડની છેતરપીંડી કરી હોવાથી પાંચ શખ્સો તથા અન્ય જવાબદાર બેન્ક કર્મચારીઓ તથા તપાસામા ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરનગર ગામે રહેતા પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાએ આરોપી કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા રહે. ગામ. અમદાબાદ, તા. અમદાવાદ ગ્રામ્ય, આશરે) જી. અમદાવાદ ગ્રામ્ય, 404 રત્નમ રેસીડેન્સી આનંદીકેતન સ્કૂલ પાસે, સેટેલાઈટ અમદાવાદ શહેર, વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા રહે. ગામ, અમદાવાદ, તા. અમદાવાદ ગ્રામ્ય, છે. અમદાવાદ ગ્રામ્ય, 404 રત્નમ રેસીડેન્સી, આનંદીકેતન સ્કૂલ પાસે, સેટેલાઈટ અમદાવાદ સહેર, ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા રહે. રઘુવીર સોસાયટી, નવા બસસ્ટેન્ડ સામે મોરબી, ડી. આર. વડાવીયા બ્રાન્ચ મેનેજર આર.ડી.સી. બેન્ક, અશોક લાભુભાઇ મકવાણા રહે. ગુરુ કૃપા હોટલમાં નોકરી રહે, મોરબી વીસી હાટક, ચાર ગોડાઉન, તા. જી. મોરબીવાળા તથા અન્ય જવાબદાર બેન્ક કર્મચારીઓ તથા તપાસા ખુલે તે તેમના વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના માલિકીની ખેતીની જમીન ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગામ જાસપુર મુકામે રેવન્યુ ખાતા નં. ૧૨૨૫ ના સર્વે નં. ૨૫૨ પૈકી ની હેકટર ૧-૨૯-૯૮ આરે (૧૨૯ ૯૮-૦૦) વાળી તથા રેવન્યુ ખાતા ન.૧૦૧૯ ના સર્વે નં. ૨૬૧ ની હે. ૦-૩૪-૪૧ આરે (૭૪૪૧-૦૦ કો.મી.) વાળી નો આરોપીઓ બદ ઇરાદે ફરીયાદીને નસાની હાલતમાં વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લઈ ફરીયાદીને અવેજ પેટે કોઈ રકમ આપેલ નહીં તેમજ ફરીયાદીના ધ્યાન બાર ફરીયાદના ખાતામાં અવેજ પેટે ના પૈસા નાખી, બેન્ક કર્મચારી અને મેનેજર ને સાથે સાઠ ગાઠ કરી, ફરીયાદીના બેન્ક ખાતા ની ચેક બુક આરોપીઓ દ્વારા મેળવી, આરોપીઓએ ફરીયાદીની ખોટી સહીઓ કરી ફરીયાદીના બેન્ક ખાતામાં તેનો ઉપયોગ કરી આરોપી ઉપેન્દ્રભાઈના ખાતામાં આર.ટી.જી. એસ. મારફતે ફરીયાદીના ખાતામાથી એક કરોડ ચૌદ લાખ રૂપીયા ટ્રાન્સફર કરી લઈ, ફરીયાદી સાથે ફ્રોડ કરી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 420,465, 467, 468, 471, 114, 120, 34, મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
