વજેપર સર્વે નં-602 માં દસ્તાવેજ કરવાના પોણો કરોડ વ્હાઇટ ના રૂપિયા આવ્યા ક્યાંથી અને ગયા ક્યાં ?
મોરબીના ચકચારી વજેપર સર્વે નં-602 માં CID ક્રાઈમ આ બાબતે આરોપીઓની તપાસ ચલાવશે કે કેમ ?
રાજ્યના ગૃહમંત્રી મોરબી આવ્યા ત્યારે મોરબીમાં ચાલતા બોગસ કાગળો બનાવી ગરીબોની જમીન વેચી નાખવાના ગુનામાં બધા આરોપી પકડાઈ ગયા ના નિવેદનથી લોકોમાં ક્ષોભ નું માધ્યમ બન્યા હતા. અને ગૃહમંત્રીના પ્રેસ મિડીયા સામે ના આ નિવેદન બાદ બે આરોપીને પકડી પાડવામાં આવ્યા અને હજુ અન્ય આરોપીઓ ને પકડવાની તજવીજ ચાલે છે.
આ ગુન્હામાં છઠ્ઠા આરોપી પત્રકાર અતુલ જોશી ની ધરપકડ કરી તેના રિમાન્ડ માંગવાના આવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન તપાસ એજન્સી અને અધિકારીઓ ને ઘણી માહિતી મળી હશે અને હાલ આ આરોપીને જેલ હવાલે કરી દીધો છે.
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ જમીન કૌભાંડમાં દસ્તાવેજ ના અવેજ ની રકમ 85 લાખ થી વધુ છે.જે રકમ આરોપી સાગર ફુલતરિયાની કેપેસીટી પણ નથી કે આવી રકમ ટાઈમ પરી કૌભાંડ માટે લાવી શકે. જો લાવી શકે તેમ હોત તો આવા કૌભાંડ ના કરેત.
બીજી તરફ આ દસ્તાવેજ ના પૈસા આરોપી સાગર ફુલતરીયા દ્વારા આરોપી શાંતબેન ને આપવામાં આવ્યા હતા એ પણ વાઈટ ના પૈસા જે નિયમ મુજબ બેંકમાં જ વહીવટ કરવામાં આવ્યો છે. પણ આ રકમ શાંતાબેનને દસ્તાવેજ પેટે મળ્યા બાદ શાંતાબેને આવડી મોટી રકમ ક્યાં ઉપયોગમાં લીધી એ પણ એક સવાલ હજુ ઉભો છે.
વજેપર કાંડ તપાસની સૌથી મહત્વની બાબત દસ્તાવેજ ની અવેજ ની 85 લાખ જેવી માતબર રકમ છે. જે બાબતે CID દ્વારા આજ દિન સુધી આ રકમની લેવડ દેવડ બાબતે તપાસ કરી નહીં હોઈ? જો આ બાબતની તપાસ કરવામાં આવે તો મોરબીનાં નામી અનામી કેટલાય ચહેરા ખુલ્લા પડી જાય તેમ છે અને તેમના તપેલા ચડી જાય તેમ છે.
હાલ મોરબીમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આ કાંડમાં મોટા અધિકારીઓના અને રાજકારણઓ ના પણ રૂપિયા લાગેલા છે સાગર તો ફકત મહોરું છે.જો CID આ ગુનાના કામે વપરાયેલ રકમ હસ્તગત કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે.