મોરબી શહેરમાં આવેલ વાલ્મીકિવાસ શેરી નં -૦૨ મા રહેતા વૃદ્ધ મહિલાએ કોઈ કારણસર એસીડ પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ જુની જેલ રોડ પર રહેતા મોતીબેન ધમાભાઈ મકવાણા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ મહિલાએ કોઈ કારણસર પોતાના ઘરે એસીડ પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.








