વનાળીયા ગામના આગેવાનોએ મહેસુલી અધિકારીઓના અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો
મોરબી તાલુકાના વનાળીયા ગામનાં હકકપત્રકે સને ૧૯૮૧ થી સને ૧૯૮૪ સુધીમાં ગામ નમુના નં.૬ની નોંધ નં.૧૧૩૦ થી ૧૧૮૨ દાખલ થયેલ અને ફરીથી સને ૨૦૦૦ થી સને ૨૦૦૧ સુધીમાં નોંધ નં.૧૧૩૦ થી ૧૧૮૨ દાખલ થયેલ. આમ,એક જ નંબરની બે હક્કપત્ર નોંધો દાખલ થઈ નિર્ણય થયેલ પરંતુ આ બંને નોંધોના પ્રકાર, દાખલ તથા પ્રમાણિત તારીખ હિત ધરાવનારાઓ તથા અસરકર્તા સર્વે નંબરો તથા નિર્ણયો અલગ-અલગ હોવાથી ખેડૂત ખાતેદારોને તેમની જમીનના ટાઈટલમાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી.વધુમાં, ગુજરાત સરકાર દ્વારા મેન્યુઅલ હકકપત્ર નોંધો સ્કેન કરાવી ઓનલાઈન કરવામાં આવેલ ત્યારે સોફ્ટવેરમાં એક ગામે એક નંબરની એક જ નોંધ અપલોડ થઈ શકતી હોવાથી બેવડાતી અન્ય નોંધો ઓનલાઈન થઈ ન શકતાં ખાતેદારોની મુશ્કેલીમાં વધારો થયેલ.





