સખી મંડળોએ ૬૦ જેટલા સ્ટોલ રાખી વિવિધ વસ્તુઓ સાથે ૧૮ લાખથી વધુનું વેચાણ કર્યું
વંદે ગુજરાત અન્વયે મોરબી ખાતે યોજાયંલા સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી અને સખી મંડળો દ્વારા ૧૮.૮૫ લાખ જેટલુ વેચાણ થયું.
આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં ૩૦ જૂનથી ૬ જુલાઇ દરમિયાન ૭ દિવસીય સખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સખી મેળામાં (૫૨) બાવન વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ, ફુડ પ્રોડક્ટ, ગૃહસુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત ૮ જેટલા ફુડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સપ્તાહ દરમિયાન ૪૭,૪૩૦ લોકોએ આ સખી મેળાની મુલાકાત લીધી હતી અને સખી મંડળો દ્વારા રૂ .૧૮,૮૪,૯૯૦ નું વેચાણ કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિસરના માર્ગદર્શન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.એ.મહેતાની પ્રેરણા તેમજ સમગ્ર શિક્ષા મોરબી અને જિલ્લાના બીઆરસી કો ઓર્ડીનેટર્સ દ્વારા મોરબી જિલ્લાની શાળાઓમાંથી ડ્રોઈંગમાં રસ ધરાવતા 50 જેટલા બાળકો અને 10 ટીચર્સ દ્વારા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનની મુલાકાત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ...
મોરબીની માધાપર કન્યા શાળામાં રાધા અને કાનુડો રાસે રમ્યા
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, સહ અભ્યાસિક અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીનીઓને શાળાએ આવવું ગમે છે, રોકાવું ગમે છે, ભણવું ગમે છે. હાલ જન્માષ્ટમીના તહેવારનું આગમન થઈ રહ્યું હોય, પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં "નંદ ઉત્સવ"...
કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર સૂરજબારી ટોલ પ્લાઝા પાસે ટેન્કર, ટ્રક અને ફોર વ્હીલમા આગ લાગી હતી આ બનાવ અંગે જાણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ આગની ઘટનામાં ચાર વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ ગત રાત્રીના સમયે...